વિશ્વાનલ સમય પર કીએરલકીપપા પર પોહંચી ગયો. એડલવુલ્ફા તેની રાહ જોતી કિયેરલકીપપાના ધાબે બેસેલી હતી. તેનું ધ્યાન લોકો કરતા ડૂબતા સૂરજ પર વધુ હતું. જયારે વિશ્વાનલ આવ્યો, ત્યારે તે તો ઓળખાયો જ નહિ. વિશ્વાનલ તો ખુબ જ બદલાઈ ગયો હતો. તે એકદમ પાતળો હતો. એકદમ... મૃત દેહ જેવો પાતળો. એનું મોઢું તો સુકાઈ ગયું હતું, હાથમાં રીતસર હાડકા દેખાતા હતા. કપડાં લાંબા હતા, તેના ઘૂંટણ સુધી પોહંચતા હતા. અને વાળ નાના નાના હતા. 'ઓહ.. વિશ્વાનલ?''બિલકુલ. લાગતું જ નથી ને, કે આ હું જ છુ?''અલગ, સાવ અલગ. પણ આ કઈ રીતે થયું?''મને પણ નથી ખબર. ઠંડક થી પાતળા થવાતું હશે, કદાચ?''તું