પદમાર્જુન - (ભાગ ૨)

  • 3.9k
  • 1
  • 2.1k

“અર્જુન,તારા તીરનું નિશાન ક્યારેય પણ નથી ચૂકતું.એટલે મારો આદેશ છે કે તું આર્યા ઉપર તીર ચલાવ.”ગુરુ સંદીપે પોતાનું તીર અર્જુનને આપીને કહ્યું.“ગુરુદેવ?”અર્જુન ચોંકીને બોલી ઉઠ્યો.“અર્જુન,આ મારો આદેશ છે.”ગુરુ સંદીપ ક્રોધિત થઇને કહ્યું.“જી, ગુરુદેવ.”અર્જુને પોતાનું મસ્તક નમાવીને કહ્યું અને આર્યા તરફ નિશાન તાક્યું.”આર્યાથી રાજકુમાર દુષ્યંત સામે જોવાઇ ગયું જે ચિંતિત નઝરે તેની સામે જ જોઈ રહ્યો હતો.અર્જુને ઉંડો શ્વાસ લીધો અને તીર ચલાવ્યું. તે તીર આંખોના ઝબકારમાં જ આર્યા પાસે પહોંચી ગયું પણ આર્યાને સ્પર્શે એ પહેલાં જ એક બીજું તીર આવ્યું અને એ તીરના વચ્ચેથી બે ભાગ કરી નાંખ્યા.બધાં વિચારવા લાગ્યા કે આ બીજું તીર ક્યાંથી આવ્યું.ત્યાં જ બધાનું ધ્યાન