માર્ગ

  • 3.7k
  • 1.4k

વર્ષ : ૧૯૨૯સ્થળ : અમદાવાદ બહારથી મોહમદભાઈએ અવાજ આપ્યો,”ભોલાભાઈ, ઓ ભોલાભાઈ! ચાલો આવવું નથી સભામાં! સમય થઇ ગયો છે.” ભોળાશંકર અંદરથી ક્રોધિત હતા પણ તેમને લાગ્યું કે આ યોગ્ય સમય નથી તેથી દરવાજે આવીને કહ્યું,”મામદભાઈ, આપ આગળ પધારો, અત્યારે થોડો વ્યસ્ત છું, હું મોડેથી આવીશ. તમે જાણો છો ઈશ્વરનો અનાદર ન થાય. કલાક થશે મને ત્યાં પહોંચતા.” “અરે પણ આપણું નક્કી થયું હતું ને કે સભામાં બે કલાક વહેલા પહોંચીને આગળની જગ્યા રોકીશું જેથી ભાષણ સંભળાય. સાંભળ્યું છે કે આજે વલ્લભભાઈ પટેલ પણ આવવાના છે.” “હશે ભાઈ, હું ચોક્કસથી આવવાનો છું.” “સારું, હું તમારી જગ્યા રોકું છું.” એટલું કહીને મોહમદભાઈ