આ પ્રવાસલેખ પ્રો. અનુપમ બુચ એ લખેલ છે. તેઓ અંગ્રેજીના પ્રોફેસર, જાહેરાત લેખક, કુશળ બ્લોગર અને લેખક છે. તેમનાં બે પુસ્તકો 'ધુમાડા વિનાની ધૂણી' અને 'તણખા વિનાનું તાપણું' પ્રસિદ્ધ થયેલ છે જે માત્ર ફેસબુક પોસ્ટ્સ નું કલેક્શન છે .અહીં તેમની આગવી શૈલીમાં કલકત્તા પ્રવાસનું વર્ણન છે જે તેમની મંજૂરીથી હું રજુ કરું છું.1.તૂ પૂરબ, મૈં પશ્ચિમ! (ભાગ-૧)©દરેક દિવાળી સરખી નથી હોતી, અને ન હોય તો ખોટું પણ નથી. મેં આગોતરી રજાચિઠ્ઠી અને ક્યાંક ભાગી જવાની ગર્ભિત જાસાચિઠ્ઠી મૂકી'તી અને અમે આ દિવાળી દરમ્યાન અમદાવાદનાં સીસીટીવી કેમેરાઓથી દૂર સરકી જવાનું આયોજન કરી રાખ્યું'તું. વાત થોડીઘણી લીક પણ થઈ ગઈ'તી, જે કંઈ નવું