રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 5 - અંતિમ ભાગ

(21)
  • 9.2k
  • 1
  • 5.9k

આપણે આગળ જોયું કે, રાજા ભોજ પોતાના કાર્ય માં સફળ થઈ ને પોતાના નગર પરત ફર્યા...અને નગરજનો તેમજ મહારાણી તથા મંત્રી ગણ એ તેમનું ભવ્ય સ્વાગત કર્યું....હવે આગળ..રાજા ભોજ ને પોતાની ફરજ અને વચન યાદ હતા... તેમણે આપેલા વચન પ્રમાણે તેઓ પરત આવી ગયા હતા... હવે તેમની પ્રથમ ફરજ , બ્રાહ્મણી ને સજીવન કરવાની હતી...તેથી તેમણે વધારે સમયનો વ્યય ન કરતા ...તરત જ પોતાના મહેલમાં પરત ફરતા જ, ઢંઢેરો પીટાવ્યો અને સભા ભરવાનો આદેશ આપ્યો..તેમજ બધા ને તેમાં હાજર રહેવા સૂચવ્યું...મહારાજ તુરંત જ સભા ભરાતા, પોતાના સિંહાસન પર બિરાજમાન થયા... આજે તેમના નગરજનો અને મંત્રી ગણ ની છાતી ગજ ગજ