The Priest - ભાગ ૨

  • 3.6k
  • 1.7k

આગ...આગ...આગ.... ચર્ચના જ એક ભાગમાં કે જ્યાં છાત્રાલયની ઓફિસ આવેલી હતી ત્યાં દોડધામ મચી ગઈ , તેથી રાઘવકુમાર વિક્રમને ત્યાં જ છોડીને પોતાની ટિમ સાથે સીધા એ દિશામાં દોડ્યા જ્યાંથી બૂમો સંભળાઈ રહી હતી . બિલ્ડિંગના એ ભાગમાં નીચે થોડા માણસો જમા થઇ ગયા હતા . ત્યાં અંદર જઈને જોયુ તો આગ ખુબ ઝડપથી પ્રસરી રહી હતી . રાઘવકુમારે આજુબાજુ નજર દોડાવી ત્યાં એક ફાયર એક્સટીનગ્યુસર પડેલુ હતુ જેને ઉઠાવી સીઘા અંદર આગ લાગી હતી ત્યાં પહોંચ્યા . ફાયર એક્સ્ટિંગ્યુસર ખોલીને સીધુ આગની દિશામાં ખોલી નાખ્યું અને ગણતરીની મિનિટોમાં તો આગ બુઝાઈ