"તું છે ગુણોનો ભંડાર તું છે મારા દિલનો ધબકાર દીકરી તું તો....... કે અરે!! દીકરી તું તો.... વ્હાલનો સાગર બની મારા જીવનમાં લહેરાય..." ઢોલકની તાલ અને તાળીઓની ગડગડાટ વચ્ચે, જેવું આ લોકગીત પૂરું થયું, કે ભવાઇના રંગમંચ ઉપર હવે નાટકના છેલ્લા દ્રશ્યનો સમય હતો. સંવાદ વિતરણ એક પિતા અને તેની પુત્રી વચ્ચે હતું. હું, અઢાર વર્ષની, ભાગ્યશ્રી, પુત્રીનું પાત્ર ભજવી રહી હતી. પિતા: તું દીકરી છે, અને દીકરી બનીને રહેજે. તારા ભાઈ સાથે સરખામણી ન કર. તું અને તારા હાથ, કામ કરવા માટે બન્યા છે, સેવા કરવા માટે બન્યા છે, એનાથી વધુ ન વિચાર. સમજી? પુત્રી: પિતાશ્રી, તો પછી મારો