અસ્તિત્વ - વાત બદલાતા ભવિષ્યની

  • 4.2k
  • 2
  • 1.3k

તું મને દોસ્ત બનીને મળ્યો અને તેં મારી વિચારસરણી પુર્ણ રીતે બદલી નાખી. તું બત્રીસ વર્ષનો છે અને હું પચ્ચીસ વર્ષનો છું, છતાં તને તમે કહેવાને બદલે તું કહીને સંબોધું છું, તેનું ખોટું ન લગાડતો, કારણ તું આવનારી પેઢીમાંનો એક છે. તું જયારે મને મળ્યો, ત્યારે મેં તને તમે કહીને જ બોલાવ્યો હતો, પણ એક મહિનો સાથે વિતાવ્યા પછી હું નિશ્ચિત રીતે તું કહીને બોલાવી શકું છું. તારું અસ્તિત્વ મારા માટે શંકાસ્પદ છે, કારણ તેં મને જેટલી વાતો કરી તે જો સાચી હોય તું જન્મવાનો છે કે નહિ તે વિષે જ હું સાશંક છું, તો પછી તારું અસ્તિત્વ કઈ રીતે