અપશુકન - ભાગ - 21

(18)
  • 3.2k
  • 1
  • 1.6k

સવારના અગિયાર વાગ્યા હતા. બધા હોલના ડાઇનિંગ ટેબલ ફાફડા ગાંઠીયા, જલેબી અને ચાની લહેજત માણી રહ્યા હતા. ત્યાં પર્લ ઊઠીને હોલમાં આવી. “જો તો પર્લ બેટા, આ કોણ આવ્યું છે આપણા ઘરે?” માલિની બેને પર્લને પોતાની પાસે બોલાવતાં પૂછ્યું... “શાલુ માસી” પર્લએ આંખો ચોળતાં ચોળતાં જવાબ આપ્યો. “તારી થોડી માસી થાય? એ તો તારા પપ્પાની માસી છે. તું તેમને શાલુદાદી કહેજે.” માલિનીબેને પર્લના માથા પર વ્હાલથી હાથ ફેરવતાં કહ્યું. “હાય બેટા...” કહીને શાલુ પર્લને ભેટી. “તું આટલી ઉદાસ કેમ છે? તબિયત તો ઠીક છે ને તારી?” શાલુએ પર્લના માથા- ગળા પર હાથ ફેરવતાં કહ્યું. “એ તો હમણાં ઉઠી છે ને