લેખ:- વિશ્વ બિંદી(ચાંદલા) દિવસ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની આખા વિશ્વમાં 7 ઓક્ટોબર એટલે વિશ્વ ચાંદલા કે બિંદી દિવસ. યુગોથી બિંદી હિન્દુ ધર્મનું અભિન્ન અંગ છે. બિંદીના સાચા વૈદિક મૂલ્ય અને મહત્વને સમજવાનો સમય આવી ગયો છે. વિશ્વ બિંદી દિવસ એવો દિવસ છે જ્યાં વિશ્વભરના તમામ હિંદુઓ બિંદી/તિલક પહેરવાની આ પ્રાચીન પરંપરાને ઓળખે છે, અને આજની પેઢીને એનું મહત્ત્વ સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિશ્વભરની હિંદુ મહિલાઓ હંમેશા તેમની 6-મીટર લાંબી સાડીઓ અને તેને પહેરવાની વિવિધ પદ્ધતિઓ દ્વારા ઓળખાય છે, જે તેઓ આખા વર્ષ દરમિયાન પહેરે છે. જો કે રંગ, પેટર્ન અને ફેબ્રિક પણ પ્રસંગ, હવામાન અને સંજોગો પ્રમાણે અલગ-અલગ હોય