ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-34

(55)
  • 4.1k
  • 2
  • 2.1k

( કિઆરા એલ્વિસના દિવાસ્વપ્નમાં ખોવાયેલી હતી.તેણે તે છોકરીને સારો પાઠ ભણાવ્યો.અહીં ટ્રેનિંગ ખતમ થઇ પણ ગુલમર્ગમાં ભારે બરફવર્ષાના કારણે મુસાફરો ફસાયેલા હતા જેમને રેસ્કયુ કરવા માટે આ ટ્રેઇનીઓ મદદ કરે છે.કિઆરા બરફમાં ધસી જાય છે અને જ્યા તેને આયાન બચાવે છે.અહીં મહિનો પૂરો થતાં એલ્વિસ,વિન્સેન્ટ અને દાદુ કિઆરાને લેવા આવે છે પણ સામેનું દ્રશ્ય જોઇને આઘાત પામે છે.) આયાને પકડેલા કિઆરાના હાથની પકડ ખૂબજ મજબૂત હતી.તે પકડેલા હાથ દ્રારા તે જાણે કે જતાવતો હતો કે હવે આ હાથ અને તે વ્યક્તિ પર તેની માલિકી છે.આયાન અને એલ્વિસની નજર મળી.આયાને બીજા હાથથી પોતાનો કોલર ઊંચો કર્યો અને અકડથી એલ્વિસની આંખોમાં જોયું.