દાદા હો દીકરી

  • 5.1k
  • 1.6k

"ના... ના.... નહિ.... મારાં કારણે મારાં છોકરાનું ઘર કોઈ પણ કાળે ન તૂટવું જોઇએ. એવું થાય એનાં કરતાં તો હું આ દુનિયાને અલવિદા કહી દઉ એ યોગ્ય કહેવાય, હા... હું આવું જ કરીશ. એમ પણ હું ઘર તો મૂકીને આવ્યો, પણ હવે રહીશ ક્યાં? અને ખાવા પીવાનું શું થશે? એ બધું પણ ઠીક; પણ જો મારો છોકરાં એ મારી તપાસ કરી અને હું મળી ગયો તો, મને જે વાતનો ડર છે તે જ થશે? અત્યારે આખું ગામ સૂઈ ગયું હશે. જો હું કૂવામાં ઝંપલાવીશ તો કોઈ મને બચાવશે પણ નહીં. હા... આ જ યોગ્ય રહેશે. હું કૂવામાં પડીને મોતને