આશાનું ઉજાશ

  • 2.5k
  • 884

"આરાધના, શું આ દિવાળી પણ દીપમાળાના અજવાળા વગર કાઢીશું? આ સળંગ ત્રીજી દિવાળી છે, જ્યારે તું ઘરમાં દિવાબત્તી કરવાની ના પાડી રહી છે." હું આશ્ચર્યચકિત થઈ, મારા પતિ આલોક સામે જોતી રહી. એને મારુ દુઃખી હૃદય નહોતું દેખાઈ રહ્યું, પરંતુ શું એને મારા આંસુ પણ નહોતા દેખાતા? મારી સહનશીલતા તેની મહત્તમ સીમાએ પહોંચી ગઈ હતી અને હું આલોક ઉપર વરસી પડી. "હવે આ ઘરમાં ક્યારેય દિવાળીના દીપમાળા પ્રગટાવવામાં નહીં આવે. હું જીવતી છું, ત્યાં સુધી તો નહીં જ. અને જો દીવો બાળવો હોય ને, તો મારા ફુલહાર ચડેલા ફોટા સામે પ્રગટાવ જો." "આરાધના!! આ કેવી અપશુકન વાતો કરી રહી છે?"