એક પૂનમની રાત પ્રકરણ-54 દેવાંશે વ્યોમા સાથે વાત કરી અને ફોન મૂક્યો. સૂવાની તૈયારી કરતો હતો અને એનાં ફોનમાં રીંગ આવી અનિકેતનો ફોન હતો. અનિકેતે કહ્યું દેવાંશ તું ઊંધી ગયેલો ? ડીસ્ટર્બ કર્યો ? દેવાંશે કહ્યું અરે ના ના વ્યોમા સાથે હમણાંજ વાત કરી અને ફોન મૂક્યો ત્યાં તારો ફોન આવ્યો. હાં બોલ શું વાત છે ? રાધિકાને ઘરે ડ્રોપ કરી ? કેમ ફોન કર્યો ? અનિકેતે કહ્યું હાં અંકિતાને એનાં ઘરે ડ્રોપ કરી અને એ ઘરમાં ગઇ હું હજી બાઇક ચાલુ પહેલાં મને નાં ઘરમાંથી ઘાંટા ઘાંટ થઇ હોય. એવું લાગ્યું હું ગભરાયો કે અંકીતા હજી હમણાં અંદર ગઇ છે