અપશુકન - ભાગ - 18

(18)
  • 3.8k
  • 1.4k

ઓપન હાઉસ હતું. અંતરા એકલી જ સ્કૂલમાં ગઇ. પર્લે ના પાડી, તેને નથી આવવું. વિનીતને એક ઇમ્પોર્ટન્ટ મિટિંગ અટેન્ડ કરવી હતી એટલે તેને ઓફિસે જલ્દી જવું હતું. “ગુડ મોર્નિંગ મે’મ... પર્લ રાયચુરા...” કહીને અંતરાએ અંજલિ મિસ પાસેથી પર્લની પેપરની ફાઈલ લીધી. પર્લના માર્ક્સ જોઇને અંતરાની આંખો પહોળી થઇ ગઇ. આટલા ઓછા માર્ક્સ?? એંસીમાંથી બધા જ સબ્જેક્ટસમાં પચાસની નીચે જ માર્ક્સ હતા!! અંતરાએ દરેક પેપર ખોલીને ક્વેશ્ચન સાથે આન્સર ટેલિ કરવાની કોશિશ કરી. પર્લે મોટાભાગના આન્સર બ્લેન્ક છોડી દીધા હતા! આન્સર પેપરના ઉપરના હાંસિયામાં આડીઅવળી ઉભી લાઈનો કરેલી દેખાઇ. મેથ્સના પેપરમાં તો લગભગ એક પણ દાખલો પૂરો કર્યો જ નહોતો.જે કરેલા