અનંતોયુધ્ધમ્ - 6

  • 1.7k
  • 1
  • 665

વિજયરાજ આગળ વધ્યાં."આ ઘણાં વર્ષોથી હિમપુરી અને કિરાતવાસીઓ દ્વારા ચલાવાયેલુ અભિયાન છે. અંબરીષ જે એક પ્રકાશમાન સૂર્યનાં ભ્રમમાં અતિમહાત્વાકાંક્ષી થઈ કૃષ્ણ વિવર બનવા તત્પરતાએ આગળ વધી રહ્યો છે એને રોકવો આવશ્યક છે નહિ તો કેટલીય સંસ્કૃતિઓ, જ્ઞાન અને માનવતા વિકૃત બનશે અને છેવટે વિધ્વંસ પામશે. આજે અંબરીષ મદાંધતામાં એ વિનાશક પરિણામોથી અનઅભિગ્ય છે. "પરંતુ, એને રોકશુ કેવી રીતે?" ગૌરા એ કુતુહલવશ પૂછ્યું."સૌ સાથે મળીને... અત્યાર સુધી જે પ્રયાસો થયાં એ માત્ર ડાળીઓ કાપ્યા બરાબર સાબિત થયાં છે, હવે, વિષમય વૃક્ષને જડમૂળથી નાબૂદ કરવું પડશે." વૈદ્ય જયકર બોલ્યાં."કેવી રીતે?""યોજનાબદ્ધ અને આકસ્મિક." વિજયરાજે કહ્યું.______________________________________કોઈ યોજનાનાં ભાગ રૂપે તો નહીં પણ આકસ્મિક જ ગૌરાએ