સફેદ ચણીયા ચોળી

(16)
  • 3.7k
  • 924

"આ ચણીયા ચોળી કેટલાની છે?"પુષ્પાએ દુકાનદારને ધીમેથી પૂછ્યું. શોરૂમના માલિકે પુષ્પાની સામે ઉપરથી નીચે નજર ફેરવી અને નાક સુકેડ્યું. એણે પુષ્પાના મેલા કપડાં જોઈને મીંઢું હંસતા કટાક્ષ કરી,"તારા બસની વાત નથી છોકરી. આ પાંચસો રૂપિયાનું છે."દુકાનદારના મહેણાં ટોણાનો પુષ્પા ઉપર કાંઈ અસર ન થયો. આવું તો એણે ઘણી વાર સાંભળ્યું હતું. એની આંખ શોકેસમાં લટકેલી સફેદ, સપ્તરંગી બોડર વાળી ચણીયા ચોળીને નિહાળી રહી હતી. એણે મન હી મન વિચાર્યું,"આ નવરાત્રીમાં, હું આ જ ચણીયા ચોળી પહેરીશ. એક મહિનાની વાર છે, ત્યાં સુધીમાં પૈસા જમા કરી નાખીશ."પુષ્પા; તેર વર્ષની, ફૂલવાડી. ગજરા બનાવીને, એની માં સાથે બજારમાં વેચતી. બાપ, સુરેશ, કડીયાનું કામ