એક પૂનમની રાત - પ્રકરણ-52

(127)
  • 7.1k
  • 3
  • 5k

એક પૂનમની રાત પ્રકરણ-52 વ્યોમાનાં ઘરે દેવાંશ અને વ્યોમાએ ખૂબ પ્રેમ કર્યો પછી એનાં પાપા મંમી આવી ગયાં. એમની સાથે વ્યોમાની સલામતિ અંગે ચર્ચા થઇ. વ્યોમાની સામે દેવાંશે જોયુ અને ત્યાંથી ઘરે આવવા નીકળ્યો. એણે જીપ સ્ટાર્ટ કરી અને ઘર તરફ જવા નીકળ્યો. થોડે આગળ ગયાં પછી એને થયું વ્યોમા જાણે હજી મારી સાથેજ છે એને વ્યોમા સાથે કરેલો પ્રેમ યાદ આવી રહેલો. તન અને મન બંન્ને જાણે સંતુષ્ટ હતાં. એને મનમાં થયું હું વ્યોમા સાથેનો સંબંધ થોડાં દિવસમાં પાપા અને મંમી સાથે વાત કરી લઇશ. મંમીને તો વ્યોમાં ગમેજ છે જેથી વ્યોમાનાં પાપા મંમીને અમારાં સંબંધથી ખુશી હોય એલોકો રાજી