દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 23 આગળનાં ભાગમાં જોયું કે સોમ 100 વર્ષ પહેલાંની વાત સાગરને જણાવે છે. વિદ્યા પણ એ લોકોની વાત સંતાઈને સાંભળે છે. હવે આગળ સોસાયટીની જન્મ દિવસમાં બધાં લોકો લાગી જાય છે. હવે એક જ દિવસ એટલે કાલે જ સરસ્વતી સોસાયટી નો જન્મ દિવસ હોય છે. પણ આજે વિદ્યા પોતાનો પુનર્જન્મ વિશે જાણી જશે. સવારે સોસાયટીમાં મંડપવાળા આવી જાય છે. એ લોકો મંડપ લગવાનુ કામ શરૂ કરી દે છે. સવારના નવ વાગી ગયાં હતાં. જનક ને પારસમણિ જોઈતી હતી તો, સોમ અને સાગરને પરંપરા મુજબ પારસમણિ બહાર કાઢવાની હતી અને આ બંને વિશે જાણતી વિદ્યા ને હજુ