આગે ભી જાને ના તુ - 50

  • 2.8k
  • 1
  • 1k

પ્રકરણ - ૫૦/પચાસ ગતાંકમાં વાંચ્યું.... અનન્યાના શરીર દ્વારા પોતાના શબ્દોને વાચા આપતી તરાનાની વાર્તાના વહેણમાં વહીને એક અગમ્ય, અગોચર, અદ્રશ્ય શક્તિનો પરચો પોતાની સમક્ષ જોતાં સૌ કોઈ પોતપોતાની માનસિકતા પ્રમાણે મૂલ્યાંકન કરી ચાલી રહેલા સમયચક્રના સાક્ષી બની તરાનાની વાત ક્યાં વળાંક લેશે અને એના કમરપટ્ટાનો સાચો હકદાર કોણ હશે એની તાલાવેલી સાથે તાલમેળ મેળવી રહ્યા હતા.... હવે આગળ.... "કેટલાંય વર્ષોની પ્રતિક્ષા પછી હું મારા જ પ્રતિબિંબને મારી સામે લાવવામાં સફળ બની. બસ હવે મારે એક આખરી અંજામ આપવાનો બાકી રહ્યો, આ અલીએ જે અપરાધ આદર્યો એની સજા આપવાનો અને મારો કમરપટ્ટો પાછો મેળવી એના હકદારને સુપરત કરવાનો. મારા કમરપટ્ટાની એક