પ્રતિશોધ ભાગ ૧૩"મંગળીયો એને સાલાને મારી સામે હાજર કરો એનું લોઈ પીવું તો મારી આત્મા ટાઢી પડે " આત્માએ પોતાની માંગણી કરી.આ શબ્દો સાંભળી બધા મિત્રો ના હોશ ઊડી ગયા ."મંગળીયાની વાત પછી પહેલા તુ બોલ તુ કોણ છે ? તારુ નામ શું છે ? તારુ ગામ ક્યુ ? " પંડિતજીએ સવાલ કર્યા .થોડી વાર શાંત રહી અકળાતા આવાજ સાથે ગુસ્સામાં ચાર્મી ના શરીરની આત્મા બોલી " રુખી નામ સે મારુ જીતપર ગામની રબારણ સું "" મંગળ તારો ઘણી છે ? " પંડિતજી બધી માહિતી ભેગી કરી રહ્યા હતા ."ઈ હરામખોર મારો ઘણી નથી એણે મને છેતરી સે મારો ઘણી