અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-4 *** “ધ.....આ.......ત.......!” પૃથ્વી બૂમ પાડી ઉઠ્યો. પાકિસ્તાની એરફોર્સના એફ-16ને તોડી પાડ્યાં પછી અભિમન્યુના મિગ 21 બાઇસન ફાઇટર પ્લેનનાં એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પ્લેનનું ઘરડું થઈ ગયેલું જરી પુરાણું એન્જિન અતિશય ગરમ થઈ જતાં (ઓવર હિટિંગથી) ધડાકાંભેર સળગી ઉઠ્યું હતું. જોકે પ્લેનનું એન્જિન સળગી ઊઠે એ પહેલાંજ પૃથ્વીએ ઈજેક્શન સીટનું હેન્ડલ ખેંચી નાંખ્યું હતું. મિગ વિમાનમાં ઈજેક્શન સીટની વ્યવસ્થા એ રીતે કરવામાં આવેલી હતી કે એકજ હેન્ડલ ખેંચતાં પાઈલટ અને કૉ-પાઈલટ બંનેની સીટો એક સાથે ઇજેક્ટ થઈને પ્લેનની બહાર ફેંકાઇ જાય. પ્લેનમાંથી ઈજેક્ટ થયાં પછી અભિમન્યુ અને પૃથ્વી પોત-પોતાની પાયલટ સીટમાંજ