પ્રેમની એનીવર્સરી

  • 4k
  • 1.4k

"પ્રેમની એનીવર્સરી" હું તમને એમ કહું છું કે આજે ઓફીસેથી જરા વહેલા આવી જજો... શરદ પૂનમ છે, સાથે ઉંધયુ લઈ લેજો, મારે પુરીને દહી વડા જ બનાવવાના રહે. તો શું વહેલી પરવારુ તો કબાટમાં સચવાયેલા મેક-અપ ને જવેલરીઓને બહાર આવવાનો મોકો મળે. આપણા મેરેજ ડેમાં તમે લાવેલી સાડી પણ જોઈ લઉ, મારા અંગો પર તે શોભે છે કે નહીં.. પત્યું તારું છેલ્લા પાંચ વર્ષથી શરદ પૂનમના દિવસે તારા આ રેકોર્ડ થયેલા શબ્દો તારા શરદ પૂનમના ચાંદ જેવા મુખ પરથી વહે છે, એટલે એક એક શબ્દ મને ગોખાય ગયા છે, ને મારાં મન પર પ્રીન્ટ થઈ ગયા છે.