સમજ મારી ગેરસમજ કોઈની - (હાસ્ય વાર્તા) 

(47)
  • 6.8k
  • 3
  • 2.3k

એક દિવસ રમીને સાંજે મજા કરતી હું ઘરે આવી કે તરત જ પપ્પાએ ઓફિસેથી આવીને કહ્યું, "આવતાં મહિને મારી મોડાસા બદલી થવાની છે આપણે ત્યાં રહેવાનું ગોઠવવું પડશે." ને સાંભળીને આપણું નાક ફુલી ગયું.મમ્મીને તો કોઈ બહું નવાઈ ન લાગી. એને તો લગ્ન પછી આવી રીતે લગભગ પંદર વર્ષમાં એ લગભગ બારમી વખત આ વાક્ય સાંભળી રહી હતી. નાનાં હતાં ત્યારે લગી તો ઠીક બંધ ગમે ત્યાં ગોઠવાઈ જતાં પણ હવે મને ચોક્કસ અમારાં જેવા નમૂના જોડે જ બહેનપણાં થતાં. આપણું મોઢું દીવેલ પીધાં જેવું થઈ ગયું.આપણે તો કહી દીધું, "આપણે વણઝારાની જેમ