લોથલ ....હડપ્પા સંસ્કૃતિ....

  • 7.3k
  • 1
  • 2.1k

લોથલ...... હડપ્પા સંસ્કૃતિના અવષેશો....... અમદાવાદ થી ૮૪ કિમિ દૂર ધંધુકા જતl સરગવાડા ગામ પાસે આવેલા લોથલ નામાભિધાન કરેલા આ સ્થળેથી હડપ્પા અને તેથી પણ પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. ૪૦૦૦ વર્ષ પૂર્વેના ઇતિહાસની સાક્ષીરુપ આ અવશેષો છે. લોથલ એ શબ્દનો અર્થ જોઈએ તો મૃત માનવીઓનો ટેકરો એવો થાય છે. ઘઉંના પાક માટે ફળદ્રુપ એવા ભાળકાંઠાના સરગવાળા ગામમાં આવેલો હકીકતે આ ૧૨ થી ૧૫ ફૂટ ઊંચો ટેકરો છે. પાસે જ ભોગાવો નદી વહે છે જે આગળ જતા સાબરમતીને મળી જાય છે. સમુદ્ર પણ થોડા કિમિ દૂર છે. ૧૯૫૩ થી ૫૬ દરમ્યાન થયેલા ખોદકામમાં ૩૦ જેટલા હડપ્પા સંસ્કૃતિના સ્થાનો મળી આવ્યા હતા . તે સોમાં પ્રાચીનતમ ધોળકા પાસેનું લોથલ અને કચ્છનું દેશલપર જણાયું છે. ત્યારબાદ આ વિસ્તારમાં ૧૯૫૫ થી ૬૨ સુધી કામ ચાલેલ .ત્યારબાદ હડપ્પા સંસ્કૃતિના