અપશુકન - ભાગ - 15

(16)
  • 3.4k
  • 1.6k

સાંજના પાંચ વાગ્યા હતા. ડોરબેલ વાગી.અંતરાએ દરવાજો ખોલ્યો તો સામે મમતાબેન તેના દીકરા કુણાલ સાથે ઊભાં હતાં. “ઓ હો! મમતા બેન તમે? આવો, આવો...કેમ છો? હાય કુણાલ? બહુ દિવસે આવ્યો બેટા?” “ હાય મામી? હું એકદમ મજામાં છું. તમે કેમ છો?” કુણાલે ખૂબ જ નમ્રતાથી મામી સાથે વાત કરી. “ મમ્મી, મમતાબેન અને કુણાલ આવ્યાં છે.” અંતરાનો અવાજ સાંભળતાં જ માલિની બેન પોતાના રૂમમાં સૂતાં હતાં ત્યાંથી ઊઠીને બહાર આવ્યાં. “ અરે, મમતા, કુણાલ, આવ આવ...બેસ, હું બાથરૂમ જઈ આવું હો. અંતરા તું ચા મૂકી દે અને કુણાલને દુધ પીવું હોય તો બનાવી દે.” દીકરીના આવવાનો હરખ માલિની બેનના અવાજમાં