અપશુકન - ભાગ - 14

(17)
  • 3.1k
  • 1
  • 1.4k

વિનીતે સ્કૂટર ચાલુ કર્યુ. અંતરા બેસી ગઇ. વિનીત સ્કૂટર ચલાવતાં ચલાવતાં અંતરા સાથે વાતો કરી રહ્યો હતો, પણ અંતરા મમ્મીના ટેન્શનમાં ખોવાયેલી હતી.. વિનીતની વાતમાં તેનું ધ્યાન જ ન ગયું.. “ અંતરા, અંતરા... શું થયું?” વિનિતના થોડા મોટા અવાજથી તે ચોંકી ગઈ.. “ હ...વિનીત, મમ્મી ખૂબ જ ટેન્શનમાં છે.” “ શું થયું?” વિનીતે બાઈક ચલાવતાં ચલાવતાં જ અંતરાને પૂછયું.. “થોડી લાંબી વાત છે. ઘરે પહોંચીને તને કહું છું.” અંતરાએ કહ્યું.. ઘરની ચાવીથી વિનીતે દરવાજો ખોલ્યો તો પર્લ મમ્મી પાસે જ સૂઈ ગઈ હતી. માલિનીબેન ટીવી જોતાં હતાં.. વિનીત સીધો બેડરૂમમાં ગયો.. અંતરા રસોડામાં બધું આટોપવા માંડી. માલિનીબેને હોલમાંથી જ