જટાશંકર જટાયુ 'રાહુ દેવ પ્રગટ થયા' 'કલ્યાણ થાઓ, આયુષ્યમાન બનો, કન્યા પધરાવો સાવધાન.' ત્રિપુંડશંકર ગોર બોલ્યા. 'અરે, અહીં તમે નવગ્રહ યજ્ઞ કરવા આવ્યા છો. કન્યા ક્યાં પધરાવો છો. આ વર્ષો પહેલા જે કન્યા પધરાઇ'તી એની સાથે હું ઊંધા ફેરા લઇ પાછી પધરાવવા માંગુ છું.' જટી સામે જોઇ ખુન્નસથી જટાશંકર બોલ્યા. 'તમે શું મનફાવે એમ બોલો છો. હું તમારા જીવનમાં ના આવી હોત તો વાંઢા રહી જાત. આ મારા બાપનો ઉપકાર માનો કે એમની સોના જેવી કન્યા તમને આપી.' જટીબેન ગુસ્સે થઇને બોલ્યા. 'વાંઢો રહી ગયો હોત તો સારું થાત. હું પણ સલમાન ખાનની જેમ જીવતો હોત અને જિંદગી