જટાશંકર જટાયુ શનિ-રવિની રામાયણ - ભાગ 4

  • 3.8k
  • 1.6k

જટાશંકર જટાયુ 'શનિ-રવિની રામાયણ' મહેસૂલ વિભાગના નિવૃત્ત અધિકારી જટાશંકર જટાયુ નિવૃત્ત થયા બાદ સોમવારથી શુક્રવાર સુધી શેરબજારમાં પોતાના નસીબને અજમાવતા અને શેરબજારના ઘોડા પર બેસી પોતાના આડા રસ્તે કમાયેલા રૂપિયાને ડબલ કરવામાં અને ત્યારબાદ તેને સફેદ કરવામાં રચ્યા પચ્યા રહેતા. માટે શનિવાર અને રવિવાર એમના માટે આરામના દિવસો હતાં. જટાશંકર એવું નિશ્ચિતપણે માનતા કે એમની પત્ની જટીબેનને એમની આરામ કરવાની આ વૃત્તિ સાથે વેર છે માટે શનિવાર અને રવિવારે જટીબેન એમને ઘરના ભડતાસડતા કામે લગાડી એમના આરામને ક્લીન બોલ્ડ કરવાનો પેંતરો રચે છે એવું એ દ્રઢપણે માનતા થઇ જ ગયા હતાં. 'કહુ છું ઊભા થાઓ, નવ વાગ્યા સુધી ઘોરો