જટાશંકર જટાયુ સ્વર્ગલોકમાં - ભાગ 2

  • 3.9k
  • 1
  • 1.9k

જટાશંકર જટાયુ ‘સ્વર્ગલોકમાં’ જટાશંકર જટાયુ એક અગત્યના ઇમરજન્સીમાં આવેલા કામને કારણે પ્લેનમાં અમદાવાદથી દિલ્લી જઇ રહ્યા હતાં. આમ તો જટાશંકર પ્લેનમાં બેસતા કાયમ ડરે એટલે શક્ય હોય ત્યાં સુધી પ્લેનની મુસાફરી ટાળે અને ટ્રેનમાં જ મુસાફરી કરે. પરંતુ અગત્યના આવી પડેલા કામના કારણે પ્લેનમાં મુસાફરી કર્યા વગર એમનો છુટકો ન હતો. જટાશંકર પ્લેનમાં બેસી ગયા અને મનોમન ઓમકાર ચાલીસાનું રટણ કરવા લાગ્યા. તેઓ મનોમન એવું વિચારતા કે પ્લેન આકાશમાં જ્યારે ઉપર હોય ત્યારે એ ઈશ્વરની નજીક હોય અને ઈશ્વરની નજીક હોઇએ અને ઈશ્વરની આપણા ઉપર નજર પડે એટલે બારોબાર એમની પાસે બોલાવી લે તો