અલીઝે

  • 3.1k
  • 1.1k

નિકાહનો દિવસ અલિઝા દુલ્હનનાં વસ્ત્રોમાં તૈયાર થઇને બેઠી હતી. થોડાં સમય બાદ તેની ભાભી રાબેલ ત્યાં આવી. “વાહ અલિઝા, તું તો આજે બહું જ સુંદર લાગી રહી છો.કોઇની નજર ન લાગે તને.”રાબેલે કહ્યુ અને પોતાની આંખમાંથી કાજળ લઇ અલીઝાના કપાળ ઉપર લગાવ્યું. ત્યાં જ બારાત આવી. “અલીઝે, તું થોડી વાર બેસ અહીં. હું બારાતનું સ્વાગત કરી તને લેવાં આવું.” રાબેલના ગયાં પછી અલિઝા વિચારોમાં ખોવાઇ ગઇ. “અવી પણ મને આ જ નામથી બોલાવતો.” … નિકાહનાં એક વર્ષ પહેલાં અલિઝા કોલેજના ગ્રાઉન્ડમાં બેઠી હતી. પાછળથી અવી આવ્યો. “હાય અલીઝે.” “અવી, કેટલું સરસ નામ છે મારું અલિઝા. અને તું જ્યારે હોય ત્યારે