પ્રતિશોધ ભાગ ૧૦વિકાસ સ્વસ્થ થઈ ઊભો થયો અને બહાર મુકેલા એક પાણીના માટલાં માંથી પાણી લઈ એણે મોં ધોયું " પંડિતજી તમારી વાત હવે સમજમાં આવી છે ચાર્મી ના શરીરમાં બે આત્મા ઑ છે એક ચાર્મીની અને એક ઓલી સ્ત્રીની. આપણી દુનીયા અને આત્મા ઓની દુનિયા વિષે તમે જે પણ જાણો છો અમને જણાવો અમે અમારો જીવ દાવ પર લગાડી દઈશું પણ ચાર્મી ને બચાવી લેશું " "હા પંડિતજી ચાર્મી નું તમારી સાથે નું વર્તન અને વિકાસ સાથેનું વર્તન સાવ અલગ હતું એક શરીરમાં બે આત્મા કેવી રીતે શક્ય છે ?" રોમીલે પ્રશ્ન કર્યો." જુઓ છોકરાઓ હું તમને બને એટલું વિજ્ઞાનની