અમદાવાદથી ૧૧૦કિમિ દૂર મહેસાણા પાસે મોઢેરા ગામના પાદરે આ સૂર્યમંદિર આવેલું છે. પ્રવાસીઓમાં લોકપ્રિય અને ઇતિહાસમાં પ્રસિદ્ધ સૂર્યમંદિર તેના બેનમૂન શિલ્પસ્થાપત્ય માટે પ્રસિદ્ધ છે. પ્રાચીન સમયમાં ભારતમાં સૂર્યપૂજા પ્રચલિત હતી. મન્દિર શિલ્પ સ્થાપત્યમાં સૂર્યના અનેક મંદિરોમાં આ મોઢેરાનું સૂર્યમંદિર કલા અને સ્થાપત્યનો ઉત્તમ નમુનો પશ્ચિમ ભારતમાં મનાય છે. કહેવાય છે કે સદીઓ પૂર્વે મોઢેરા ગામ સમૃદ્ધ બંદરને શહેર હતું. સ્કંદ પૂરાંણ અને બ્રહ્મ પૂરાંણ મુજબ મોઢેરા અને તેની અlસપાસનો વિસ્તlર ધર્મારણ્ય તરીકે પ્રસિદ્ધ હતો. ,પુરાણો મુજબ કહેવાય છે કે રાવણને હરાવ્યા પછી બ્રહ્નહત્યાના પાપના પ્રાયશ્ચિત તરીકે રામે મુનિ વશિષ્ઠને કોઈ પવિત્ર ભૂમિ નો નિર્દેશ કરવા જણાવ્યું .