આપણાં મહાનુભાવો - ભાગ 22 - શ્રી અટલ બિહારી વાજપેયી

  • 5.8k
  • 2
  • 2.4k

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોમહાનુભાવ:- શ્રી અટલ બિહારી વાજપેયી વિશે માહિતીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઅટલ બિહારી વાજપેયીજીનો જન્મ 25 ડિસેમ્બર 1924નાં રોજ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં ગ્વાલિયરમાં થયો હતો. તેઓ સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ જે હવે લક્ષ્મીબાઈ કોલેજ તરીકે ઓળખાય છે, તેમાંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી મેળવી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી. ઉપરાંત તેઓ સાહિત્ય, કળા, વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ ઉપલબ્ધીઓ ધરાવે છે. તેઓ