એક દરવાજો

  • 3.8k
  • 1.3k

કપાળે બાઝેલા પ્રસ્વેદ બિંદુઓ તેની આકાર બદલતી ભૃકુટી પર નર્તન કરી થાકી એક કિનારેથી નીચે સરી રહ્યાં છે. પાંપણો પાછળ છૂપાયેલ કીકીઓ જાણે ક્યાં ક્યાં દોડી રહી છે. શ્વાસોશ્વાસ કોઈ આપાતકાલીન સ્થિતિ હોય એમ આવ-જા કરી રહ્યાં છે ને અચાનક એની આંખો ખૂલી જાય છે. આજે ફરી એને એ સ્વપ્ન આવ્યું. વિચિત્ર સ્વપ્ન... આ સ્વપ્નમાં દ્રશ્ય નથી માત્ર અંધકાર છે, અવાજો છે, પોકારો છે, જીવવાની આશ સાથે પરાણે મરતાં કોઈ જીવોની ચિત્કાર ભરી ચીસો છે. ચારેય બાજુ બસ, તાપ, સંતાપ અને કાળાડિબાંગ મેઘસમી અભેદ્ય ધૂમ્રસેરો છે. શ્રેણી ગૂંગળામણ અનુભવી સફાળી બેઠી થઈ જાય છે, પોતાનાં ઓરડામાં સળગી રહેલાં લાઈટનાં આછાં