અપશુકન - ભાગ - 13

(13)
  • 3.3k
  • 1
  • 1.5k

અંતરા- વિનીતનાં લગ્નને દસ વર્ષ થઈ ગયાં હતાં અને પર્લ સાત વર્ષની થઈ ગઈ હતી.. અંતરા આજે પોતાના ઘરમા (સાસરામાં) એટલી વ્યસ્ત થઈ ગઈ હતી કે હવે તેને મમ્મીનાં ઘરે જવાનો સમય જ નહોતો મળતો.. મમ્મીની લાડકી અંતરા મમ્મીનું ઘર પંદર મિનિટના અંતરે હોવા છતાં ફુરસદ કાઢીને જઇ નહોતી શકતી. આજે એક મહિને અંતરા મમ્મીને ત્યાં આવી હતી. અંતરાને જોઇને જ હેમલતાબેન મલકાયાં, “ ઓ હો હો! આજે સૂરજ કઈ બાજુ ઊગ્યો છે? અંતરાને મમ્મીની યાદ આવી આજે?” અંતરા માંને ભેટી.. તેનો હાથ પકડીને માં સાથે જ સોફા પર બેસતાં બોલી, “ માંને ક્યારેય ભુલાય? પણ હું શું કરું?