અપશુકન - ભાગ - 11

(17)
  • 3.5k
  • 1.7k

કાંદિવલી, મહાવીર નગરના ‘બ્લોસમ’ બિલ્ડિંગના બીજા માળે અંતરા દરવાજાની બહાર દીકરીને હાથમા લઇને ઊભી છે. સામે માલિનીબેન આરતીની થાળી લઇને ઊભાં છે. પાછળ માધવદાસ ખુશખુશાલ દેખાઇ રહ્યા હતા. આરતી ઉતારીને માલિનીબેને અંતરાને કહ્યું, “હવે અંદર આવ.” હોલમાં મમતાબેન અને ગરિમાબેન પોતાની વાતોમાં મશગુલ હતાં. અંતરા કે નવી દીકરીના ગૃહ આગમનની કોઇ ખુશી બંનેના ચહેરા પર દેખાતી નહોતી. વિનીત અંતરાને પોતાના રૂમ તરફ લઇ ગયો. રૂમ બંધ હતો. વિનીતે દરવાજો ખોલીને કહ્યું, “સરપ્રાઇઝ..” અંતરાએ જોયું તો આખો રૂમ બલૂનથી સજાવેલો હતો. કોર્નરના ટેબલ પર ગુલાબનો બુકે ગોઠવેલો હતો. પિંક કલરની સુંદર બેડશીટ પાથરેલી હતી. બેડની બાજુમાં બેબી માટે ઝૂલો તૈયાર