હું બેંકના કામે ગયેલો હતો. બેંકની શાખા નાના ગામડામાં આવેલી છે. મેં ત્યાં આરટીજીએસ કર્યું. આ પ્રોસેસમાં હજી પંદર વીસ મીનીટ લાગે તેવું હતું. બેંકની નાની શાખા હોવાથી ત્યાં અંદર જગ્યા પણ ઓછી હતી. અને કસ્ટમરની ભીડ પણ વધવા લાગી. તેથી હું બેંકની બહાર નીકળી, સામે દીવાલને છાયે મારી બાઇક મૂકેલી હતી ત્યાં ઊભો હતો. એટલામાં બેન્કનું કામ પતાવી એક ભાઈ બહાર નીકળ્યા. સાદા કપડાં પહેરેલા હતાં. માપસરની ઊંચાઈ,મજબૂત બાંધો ને માથે ટાલ પડી ગયેલી. ટાલની ફરતે સફેદ વાળ હતાં. દાઢી પણ વધી ગયેલી હતી. દાઢીમાં પણ સફેદ વાળ હતાં.અમે એક જ કેન્દ્રવર્તી શાળામાં