આપણાં મહાનુભાવો - ભાગ 20 - રણછોડ પગી

  • 5k
  • 1
  • 1.6k

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની હાલમાં જ રજુ થયેલી હિન્દી ફિલ્મ ‘ભુજ - ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ (Bhuj - The Pride Of India) ખરેખર તો ‘પ્રાઈડ ઓફ ગુજરાત’ તરીકે ઓળખાતા રણછોડદાસ રબારી ઉર્ફે રણછોડ પગીની પરાક્રમગાથા છે. બનાસકાંઠાના નાનકડાં ગામમાં જન્મેલા રણછોડ રબારીએ રણપ્રદેશમાં પડતાં પગલાંની ભાષા ઉકેલવાની પોતાની કોઠાસૂઝ વડે અનેક વખત ભારતીય સૈન્યને મદદ કરી હતી. પગીની કરામતને લીધે વારંવાર મળતી હારથી અકળાયેલા પાકિસ્તાને તેમના માથા માટે ૫૦ હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. તેઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વતની હતા. બનાસકાંઠાના સુઈ ગામ નજીક સાવ નાનકડાં કસ્બામાં તેમનો જન્મ થયો હતો. 1965 અને 1971નાં ભારત