અનંતોયુધ્ધમ્ - 4

  • 2.7k
  • 1
  • 1.2k

"આરણ્યકો" આ શબ્દ ગૌરાના મગજમાં ઘૂમરાવા લાગ્યો. એણે પિતા પાસે જઈ સીધો જ પ્રશ્ન કર્યો, "આરણ્યકો કોણ છે?" આવાં અચાનક પ્રશ્નથી હતપ્રત વૈદ્ય જયકર ગૌરાને સાશ્ચર્ય જોઇ રહ્યાં. ગૌરાએ ફરી પૂછ્યું, "પિતાજી, આ આરણ્યકો કોણ છે?" "આરણ્યકો... હમમમ્... જણાવીશ પરંતુ હમણાં ઘરે ચાલ, તારી માતા રાહ જૂએ છે. મોડું થશે તો એમનાં ક્રોધથી હું નહીં બચાવુ." "પિતાજી..." "કહીશ બેટા... તને મેં ક્યારેય ના કહ્યું છે! પરંતુ આવતીકાલે." "હમમમ્..." બંને પિતાપુત્રી ઘરે ગયાં. દૈનિક કાર્ય પતાવી રાત્રે વૈદ્ય જયકરે ગૌરાના પ્રશ્ન વિશે શ્રીને જણાવ્યું. "એને કોણે કહ્યું?" "ખબર નહીં... આવતીકાલે પૂછીશ. પણ અસમંજસમાં છું કે શું જણાવું?" "શું એટલે? જે સત્ય