આગે ભી જાને ના તુ - 48

  • 3k
  • 1
  • 914

પ્રકરણ - ૪૮/અડતાલીસ ગતાંકમાં વાંચ્યું.... જોરુભા, નટુભા, અનંતરાય, અનન્યા, રતન, રાજીવ, માયા અને મનીષ, આ આઠે જણ એકબીજા સામે આવે છે. મનીષને મારવા જઈ રહેલા નટુભાને રતન રોકી લે છે. રાજીવ અને અનન્યા આવી પડેલ સમસ્યાનો તોડ શોધવા મથી પડે છે અને ત્યાં જ અણધારી આફત જેવા અણગમતા અતિથીનું આગમન થાય છે.... હવે આગળ.... આઠેય જણ અત્યારે ક્ષોભ, ક્રોધ, અકળામણની અકથ્ય અને અકલ્પનીય ધારાના વહેણમાંથી પસાર થઈ રહ્યા હતા. ન કહેવાય ન સહેવાયની બેધારી તલવાર પર બધા ઉભા હતા. આ આઠેય જણ સામાન્ય સ્થિતિમાં પાછા આવે એ પહેલાં જ રેતીની ડમરીઓ ઉડાડતા ઊંટ પર સવાર બે વ્યક્તિઓને આવતાં જોઈ પોતાનું બધું