ધ મોર્નિંગ શાક સ્ટોરી

  • 3.6k
  • 1.3k

સવારની પહોરમાં શાકમાર્કેટમાં શાકનાં પોટલાંઓ વિવિધ અવાજો સાથે આમઆમથી તેમ ફેંકાયાં અને લારીઓમાં શાકને નવડાવીને સરસ ગોઠવાયાં. પરંતુ, એક લારીએ ગોઠવાયેલાં બધાં શાક આજે નાખુશ છે. ટામેટા: અરે... આ કોઈ નવું આવ્યું લાગે છે. મને આ કરેલાની બાજુમાં શું કામ ગોઠવ્યો? મારે આ કડવા સાથે જરાય બનતું નથી. એ મારો કટ્ટર વિરોધી છે. કરેલા: હા...હા... જાણે મને તારી બાજુમાં ગોઠવવાનો શોખ છે! અહીંયા મળ્યું છે ભૂલેચૂકે પેટમાં ના મળતો નહિં તો વલોવીને પેટની બહાર ફેંકી દઈશ. દૂધી: ચૂપ.. બંને ચૂપ... તમારે કંઈ એટલો મોટો વાંધો નથી, મારી બાજુમાં જુઓ કાંદો ગોઠવાયો છે, મારાથી તો વાસ જ સહન નથી થતી. કાંદો: (ગુસ્સામાં) વાંસ