‘ચાર વર્ષ પહેલા હું પણ એજ જેલ માંથી ભાગી હતી.’ એડેલવુલ્ફા બોલી. તે મૌર્વિ સામે બેસી હતી. જો કોઈ સામાન્ય માણસ બારી માંથી જોવેત તો તેને લાગેત કે તેઓ બે મિત્ર હતા, સામાન્ય મિત્રો, સામાન્ય વાતો- પણ બારી બંધ હતી. અને એડલવુલ્ફાના હાથ હતકડીમાં બંધ હતા. મૌર્વિ તેને જોઈજ રહી. ‘ઓહ.’ મૌર્વિની મમ્મી જે જેલમાં છે, તેજ જેલ માંથી એડલવુલ્ફા ચાર વર્ષ પહેલા ભાગી હતી. ‘કેવી રીતે?’ મૌર્વિએ પૂછ્યું. ‘ત્યાં એક માણસ કામ કરે છે. રૂથો. એને પૈસા આપ્યા હતા.’ ‘બરાબર.’ તેઓ શાંત થઈ ગયા. કલાક પસાર થઈ ગયો. બે કલાક. ત્રણ કલાક. એડલવુલ્ફા બેસી રહી. મૌર્વિ તેની સામે સ્થિર