અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-3

  • 4.1k
  • 1.7k

અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-3 *** “what happened..!?” એરબેઝમાં મિશન કંટ્રોલરૂમમાં હાજર એ કે સિંઘ રેડિયો ચેનલમાં એ અવાજ સાંભળીને ચોંકી ગયાં અને અભિમન્યુ સાથે વાત કરવાં માટે માઇક હાથમાં લઈને બોલવાં લાગ્યાં. “નથીંગ સર...!” ડાયલ ઉપરની વૉર્નિંગ જોઈને અભિમન્યુ શાંત સ્વરમાં બોલ્યો “લેંન્ડિંગ ગિયર વોઝ સ્ટક....!” ડાયલ ઉપરની વૉર્નિંગ વાંચીને અભિમન્યુએ કહ્યું. ટેક ઑફ પછી પ્લેનનાં લેંન્ડિંગ ગિયર જામ થઈ જતાં તે પ્લેનની પાંખ નીચે બહારજ ફસાઈ રહ્યાં હતાં. જોકે કૉકપીટમાં બેઠેલાં અભિમન્યુએ ગભરાયાં વિના પ્લેનનાં કોમ્પ્યુટરને લેન્ડિંગ ગીયર અંદર લેવાં માટે વધુ એક-બેવાર કમાન્ડ આપી જોયો. થોડો પ્રયત્ન કર્યા પછી છેવટે અભિમન્યુ સફળ થયો. “ઓલ