પ્રતિશોધ ભાગ પપંડિતજીની નજર બહાર ઉભેલી ચાર્મી પર પડી . એ બહાર આવ્યા ને ચાર્મી ની આંખોમાં જોઈ એને દર્શન કરવા મંદિરમા આવવવા કહ્યું ." સમજાતું નથી તમને એકવાર કહ્યું ને મારે દર્શન નથી કરવા " ચાર્મી આંખો બંદ કરીને ગુસ્સામાં બોલી . " જેવી તારી મરજી હું તારા માટે ખુરશી મોકલાવું છું તુ અહીંજ બેસ" એટલું કહી પંડિતજી ઝડપથી મંદિરમા ગયા એમણે ચાર્મી ની આંખોમા એક પ્રેતનો પડછાયો જોયો હતો. મંદિરમાં હાજર એક સેવકને પંડિતજી એ બહાર થોડી ખુરશીઓ મુકવા જણાવ્યું ને મંદિરમા ગયા.લગભગ ૬ ફુટ ઉંચી અંબે માંની મુરતી ભવ્ય અને સુંદર લાગતી હતી . ચારે મિત્રો એ દર્શન