એક ડગલું તારી દિશામાં... - 2

  • 2.1k
  • 758

ઔપચારિક પરિચય પછી પ્રાપ્તિ, પિયા, મિતેશ, સેમ અને કાવ્યાની ટૂકડી પણ બીજી બે ટૂકડીઓ સાથે એક ગાઈડનું માર્ગદર્શન મેળવી પોલો ફોરેસ્ટની સુંદરતાનો આનંદ માણવા ચાલી નીકળ્યાં. રસ્તે ચાલતાં ચાલતાં નજરે ચઢતાં પંખીઓ ટહૂકી જાણે સ્વાગત કરતાં. પ્રાપ્તિ એ અવાજની દિશામાં જોતી ને ક્ષણિક તે પક્ષીમાં ખોવાઈ જતી. પિયા સારો ફોટો લેવા આમતેમ ફરી પોતાને અને કેમેરાને સેટ કરતી જેથી એ આ યાદોને ભવિષ્યમાં કેન્વાસ પર ઉતારી શકે... હા.. પિયા ખૂબ સારી ચિત્રકાર હતી. એનાં ચિત્રો અને ચિત્રો બનાવતાં વિડિયો ઈન્સ્ટાગ્રામ પર એણે પ્રાપ્તિને બતાવેલાં. અવાજની કમીને બાદ કરતાં પિયા પાસે કોઈ કમી નહોતી. પેલાં ત્રણ પણ થોડીવાર જોઇ લેતાં ને