અપશુકન - ભાગ - 8

(17)
  • 4.5k
  • 1
  • 1.9k

અંતરાએ વીનિતની સામે જોયું, તે હજુ પણ નીચું મોઢું કરીને જ બેઠો હતો. અંતરાને ત્યારે વિનીત પર ખૂબ જ દયા આવી રહી હતી. તેણે વિનીતને પૂછ્યું, “તે નાસ્તો કર્યો છે ઘરે?” વિનીતે માત્ર ગરદન હલાવીને ના પાડી. અંતરાએ પોતાના હાથમાં પકડેલી પૌંઆની ડિશમાંથી એક ચમચી પૌંઆ વિનીતને ખવડાવ્યા. વિનીત થોડો હળવો થયો. “ તું પણ ખા” તેણે અંતરાને કહ્યું. બંનેએ ચા – નાસ્તો કરી લીધો એટલે અંતરાએ વિનીતને કહ્યું, “એમ કર, તું ઘરે જઈને ન્હાઈ ધોઈ લે. બપોરનું ટિફિન લઈને ફાવે તો આવજે. હું પણ રાત્રે બરાબર સૂતી નથી તો બે ત્રણ કલાકની ઉંઘ કરી લઉં...” વિનીતે તરત જ અંતરાની હામાં હા