મેઘધનુષ ને પાર - 2

  • 3k
  • 1.1k

ભાગ : ૨ મૃગેશ તેની સીટ પરથી ઉભો થઈ દિનેશભાઇ ની બાજુ માં આવી ઉભો રહ્યો અને બસમાંથી બહાર આગળનો રસ્તો નિહાળવા લાગ્યો. વરસાદ ને લીધે થોડો ખરાબ થઈ ગયેલો માટોળીયો રસ્તો, અને રસ્તા ની બન્ને તરફ રોડ સાઈડ બાવળિયા અને તેની પાછળ નજર જાય ત્યાં સુધી લીલોતરી. થોડે આગળ ગયા પછી તો ઊંચા ઘટાદાર વૃક્ષો થી રોડ ની બન્ને સાઈડ ભરાઈ ગઈ. કેટલીક જગ્યાએ તો વૃક્ષ એટલા ઊંચા અને કમાન આકારે ફેલાઈ ને આખા રસ્તા ઢાંકી દેતા હતા. ઔલોકીક સૌંદર્ય હવે થોડું ડરામણું લાગવા લાગ્યું. દૂર દૂર સુંધી સુમસામ રોડ, બન્ને તરફ ઘટાદાર વૃક્ષો જે વાદળ છાયા આકાશમાંથી આવતા