એ છોકરી - 9

  • 4.5k
  • 1
  • 2.5k

(ભાગ-8 માં આપણે જોયું કે રૂપલીને શહેરમાં લઈ જવા માટેની મંજૂરી ડાહ્યાભાઈએ આપી દીધી હતી. હવે મારે ફક્ત એને શહેરમાં લઈ આવવાની અને આગળના ભવિષ્ય માટેની વ્યવસ્થા કરવાની હતી)રૂપલીના બાપુ ડાહ્યાભાઈ સાથે વાત કર્યા મુજબ હવે મારે રૂપલીને શહેરમાં લઈ આવવા ગમે ત્યારે ત્યાં ગામડે જઈને એને લઈ આવવાનું હતું. હું ખૂબ ખુશ હતી. હુ કોલેજ તરફ જવા નીકળી ગઈ હતી, મને પહોંચવાને હજુ 20 મિનીટ જેટલી વાર હતી તેથી મેં યોગેશભાઈને આ શુભ સમાચાર આપવાનું નક્કી કર્યું જેથી આગળ મારે તેના માટે જે પર્સનાલીટી ડેવલોપમેન્ટના ક્લાસીસની તપાસ કરવાની હતી તે પણ હું વેળાસર કરી શકું. યોગેશભાઈને ફોન કરી કહ્યું