અનામિકા - 1

(13)
  • 4.2k
  • 1.8k

ભાગ - 1 "રેવા…., મારી.. ચા..ક્યાં છે…?" "રેવા…., મારાં.. કપડાં..ક્યાં છે…?" રેવા…, મારી..પૂજાની થાળી..ક્યાં છે..?' જે દિવસથી રેવા ધર્મેશને પરણીને એનાં સાસરે આવી એ દિવસથી ઘરમાં બધાં લોકોની રોજની સવાર આ સવાલોથી શરૂ થાય. ને રેવાની સવાર હસતાં મોઢે એ સવાલોનાં જવાબ આપવાથી થાય. "પપ્પાજી…., લાવી તમારી..ચા.." "ધર્મેશ…., તમારાં કપડાં બેડ પર રેડી છે.." "મમ્મીજી…, તમારી પૂજાની થાળી મંદિર પાસે મૂકાઈ ગઈ છે." દરરોજ સવારે નિયમિત રીતે રેવા પોતાનાં કામ કરી લેતી હોય છે છતાં બધાં રોજ સવારે રેવા…, રેવા….કરતાં હોય. લગ્ન કરીને આવ્યા પછી રેવાએ આ ઘરને અને પરિવારને એવું સંભાળી લીધું કે એનાં વગર ઘરની સવાર અને પરિવારની